Corona: દેશમાં પહેલીવાર થયું કોરોના સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ, રિસર્ચથી થશે મહત્વના ખુલાસા

દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશના ભોપાલની એમ્સ (AIIMS) માં કોરોના વાયરસથી સંક્રમિત મૃતદેહ (corona infected corpse) નું પોસ્ટમોર્ટમ કરાયું. કોરોનાથી શરીર પર  કયા પ્રભાવ પડે છે તે જાણવા માટે આ પોસ્ટમોર્ટમ (post mortem) કરાયું. અત્યાર સુધી વિદેશોમાં થયેલા રિસર્ચના આધારે જ કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી છે. 
Corona: દેશમાં પહેલીવાર થયું કોરોના સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ, રિસર્ચથી થશે મહત્વના ખુલાસા

ભોપાલ: દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશના ભોપાલની એમ્સ (AIIMS) માં કોરોના વાયરસથી સંક્રમિત મૃતદેહ (corona infected corpse) નું પોસ્ટમોર્ટમ કરાયું. કોરોનાથી શરીર પર  કયા પ્રભાવ પડે છે તે જાણવા માટે આ પોસ્ટમોર્ટમ (post mortem) કરાયું. અત્યાર સુધી વિદેશોમાં થયેલા રિસર્ચના આધારે જ કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી છે. 

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(ICMR)માંથી મંજૂરી મળ્યા બાદ ભોપાલ AIIMSએ રિસર્ચ માટે સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ કર્યું. રિસર્ચ માટે ભોપાલ AIIMSમાં ઓછામાં ઓછા 10 સંક્રમિત મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 

વિદેશમાં થયેલા આ રિચર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓના હ્રદય, મગજ અને ફેફસામાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે. ભારતમાં કોરોના દર્દીઓના શરીરમાં આ વાયરસની કેવી અસર થાય છે તે હજુ સુધી જાણવા મળી નથી. આથી આ રિસર્ચ થઈ રહ્યું છે. 

ભોપાલ AIIMSના ડાઈરેક્ટરે જણાવ્યું કે AIIMSની ટોચની કમિટીએ કોરોના સંક્રમિત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી છે. હજુ સુધી એ ખબર પડી શકી નથી કે કોરોનાની સૌથી વધુ અસર મનુષ્યના શરીર પર કયા ઓર્ગન પર પડે છે. રિસર્ચ બાદ ડોક્ટરોને ખબર પડશે કે દર્દીના કયા ઓર્ગનને બચાવવાનું છે. 

હકીકતમાં આ રિસર્ચના તારણો પરથી કોરોના દર્દીઓના મૃત્યુદરને ઓછો કરવામાં મદદ મળશે. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આ ઉપાય પણ કારગર નિવડી શકે છે. દર્દીઓના ઓર્ગનને ફેલ થવાથી બચવામાં મદદ મળી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news